Farmer Producer Organization : હળવદ વિસ્તારના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ FPO ની શરૂઆત કરી

Farmer Producer Organization : હળવદ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ સફળતા તરફ મોટુ પગલુ ભર્યુ છે. વિસ્તારના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ એફપીઓ શરૂ કરીને નવો ચીલો ચીતર્યો છે.

હળવદ તાલુકાના ગામડાઓમાં ધીરે ધીરે પ્રાકૃતિક ખેતીને વેગ મળી રહ્યો છે. પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેડૂતો તેમના ઉત્પાદનો વેચવા માટે યોગ્ય માર્કેટ અને સારા ભાવ મળે તે માટે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનની શરૂઆત કરાઈ છે.

ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન(Farmer Producer Organization)ની શરૂઆત સાથે ખેડૂત પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદમાં ખેતી નિષ્ણાતો હાજરી આપીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ એફપીઓની કામગીરી વિશે વાત કરતા એફપીઓના સદસ્ય જયંતિભાઈ જાદવ જણાવે છે કે, કેન્સર જેવી બિમારી દુનિયાને ભરડામાં લઈ રહી છે ત્યારે આ એફપીઓ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરીને તેમના ઉત્પાદનોને ખરીદીને લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે. 

આ વિશે વાત કરતા એફપીઓના સભ્ય અને આગેવાન ખેડૂત દાજીભાઈ ગોહિલ જણાવે છે કે, ગાય આધારિત ખેતીને વેગ મળે અને લોકોને સારૂ ખાવાનું મળે તેમજ ખેડૂતેને સારૂ વળતર મળે તે માટે એફપીઓની શરૂઆત કરાઈ છે. આનાથી ગાયોના જતન સાથે સાથે ધરતી બળવાન બનશે અને લોકો ગંભીર બિમારીથી બચશે.

જણાવી દઈએ કે, હળવદના ખેડૂતોના આ એફપીઓમાં અત્યારસુધીમાં 150 આસપાસ ખેડૂતો જોડાઈ ચુક્યા છે અને હજુ ઘણા ખેડૂતો જોડાઈ શકે છે. તમે પણ આ એફપીઓમાં સભ્ય બની શકો છો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *