Swaminathan Commission : કોણ હતા ભારતની હરિત ક્રાંતિના પાયોનિયર ડો.સ્વામીનાથન? જાણો શું હતી તેમની C2+50% ફોર્મ્યુલા?
Swaminathan Commission : ભારતમાં ફરી એક વખત ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. ખેડૂતો સ્વામીનાથન કમિટીની ભલામણો સહિત ઘણી માંગો સાથે દિલ્હી પહોંચ્યા છે.
ખેડૂતોના આંદોલન સાથે ફરી એક વખત ડો. એમ.એસ. સ્વામીનાથનું નામ ચર્ચામાં છે. આ સ્થિતીમાં તમને સવાલ થાય કે આખરે ડો.સ્વામીનાથને એવુ તો શું કર્યુ કે આજે પણ ખેડૂતો તેમની ભલામણો લાગુ કરવાની માંગ કરી રહ્યા છે?
Photo by – M S Swaminathan Research Foundation (google)
ડો. એમ. એસ સ્વામીનાથનને ભારતમાં હરિત ક્રાંતિના પાયોનિયર અને ભારતીય કૃષિ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ડો.સ્વામીનાથનની આગેવાની વાળી સ્વામીનાથન કમિટીએ કરેલી ભલામણોએ ખેતીમાં ઘણા મોટા સુધારા કર્યા છે.
M. S. Swaminathan : મન્કોમ્બુ સામી સ્વામિનાથન
7 ઓગસ્ટ 1925 ના રોજ કેરળના મન્કોમ્બુમાં જન્મેલા ડો. સ્વામીનાથનનું પુરૂ નામ મન્કોમ્બુ સાંબાસિવન સ્વામિનાથન છે. તેમના પિતા ડો.મોન્કોમ્બુ સામી એક પ્રખ્યાત સર્કિટ જજ અને સામાજિક કાર્યકર હતા. તેમનું બાળપણ અને શિક્ષણ પ્રાથમિક રીતે કેરળમાં વિત્યુ.
તેમણે કોઇમ્બતુર એગ્રીકલ્ચર કોલેજમાંથી કૃષિમાં ગ્રેજ્યુએશન કર્યુ અને ત્યારબાદ પીઆરઆઇ કેલેફોર્નિયા અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વધુ અભ્યાસ માટે ગયા. તેઓએ જૈવિક વૈજ્ઞાનિક શોધ અને કૃષિ ઉત્પાદનને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી સુધારવાનું કાર્ય શરૂ કર્યું .
ડો.સ્વામીનાથને દેશના લોકોના ભોજનના અધિકાર માટે ઘણા કામ કર્યા અને પુરૂ જીવન સમર્પિત કરી દીધી. આ મહાન વ્યક્તિએ 28 સપ્ટેમ્બર 2023ના રોજ દુનિયાને અલવિદા કહ્યું.
Swaminathan Commission : સ્વામીનાથન કમિશન
સ્વામીનાથન કમિશનનો વિચાર 2000 ના દાયકા દરમિયાન ખેડૂતોની લથડતી સ્થિતિ અને ખેતી ક્ષેત્રે આવતા પડકાર અને ગામડાની આર્થિક પરિસ્થિતિમાંથી આવ્યો. 1990ના દાયકાના આર્થિક ઉદારીકરણ પછી પણ ખેડૂતના દેવા, પાક નિષ્ફળતા, પાણીની અછત, જમીનની ગુણવતામાં ઘટાડો અને યોગ્ય ભાવ ન મળવા જેવી સ્થિતીમાંથી સ્વામીનાથન કમિશન અસ્તિત્વમાં આવ્યુ.
સ્વામીનાથન કમિશનની 2004 માં રચના કરવામાં આવી અને 2006 માં રજૂઆત કરવામાં આવી. જેમાં કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ ગઠબંધનની જીત થઈ ત્યારે ચુંટણી ઢંઢેરામાં ખેડૂતોની આવક વધારવા અમે બજારને ખુલ્લા મૂકવાના વાયદા કરવામાં આવ્યા.
સ્વામીનાથન કમિશનને ડિસેમ્બર 2004 માં Serving Farmers and Saving Farming નામથી તેમનો અહેવાલ રજૂ કર્યો. આ અહેવાલમાં ખેતી આવકને ઘટતી કઈ રીતે અટકાવવી અને ખેડૂતોને દેવું થતું અટકાવવા ઘણી ભલામણો કરવામાં આવી.
Recommendations of the Swaminathan Commission : સ્વામીનાથન કમિશનની ભલામણો
- હાલમાં જે વ્યવસ્થા ચાલે છે તેમાં પડતર કિમત નક્કી કરતી વખતે મજૂરી ગણવામાં આવે.
- ખેડૂતોને માહિતી મળી રહે તે માટે વિલેજ નોલેજ સેન્ટર અથવા જ્ઞાન ચોરાની વ્યવસ્થા કરીને માહિતી પૂરી પાડવામાં આવે.
- ખેડૂતોને ઉચ્ચ ગુણવતા વાળા બિયારણ સસ્તી કિંમતે મળી રહે તેવા આયોજન કરવામાં આવે.
- મહિલા ખેડૂત ખાતા ધારકને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે.
- વધારાની અને નહીં વપરાતી જમીનોના ભાગલા પડી અને તેનું યોગ્ય રીતે વિતરણ કરવામાં આવે.
- ખેતીલાયક જમીન અને વન વિભાગની જમીનને ઔધ્યોગિકરણના ઉપયોગ માટેના આપવામાં આવે.
- સરકાર દ્રારા આપવામાં આવતું ધિરાણ ઘટાડવામાં આવે અને તેને 4% સુધી રાખવામાં આવે.
- ખેત ધિરાણની વ્યવસ્થા ગામડાના છેવાડાના લોકો સુધી પહોંચે જેથી નાના ખેડૂતો તેનો લાભ લઈ શકે.
- કુદરતી આફત અથવા કોઈ સંકટથી લથડાયેલા ખેડૂતને સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી ધિરાણ વસૂલ કરવામાં વધુ સમય આપવો જોઈએ જેથી આત્મહત્યાના બનાવોને નિયંત્રણ કરી શકાય.
C2+50% formula : C2+50% ફોર્મ્યુલા
સ્વામીનાથન કમિશને ખેડૂતોને તેમના પાકની કિંમતના 50% વધુ આપવાની ભલામણ કરી હતી. પાકની કિંમતને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. A2, A2+FL અને C2.
A2 ખર્ચમાં પાકના ઉત્પાદનમાં થતા તમામ રોકડ ખર્ચનો સમાવેશ થાય છે. તેમાં બિયારણ, ખાતર અને રસાયણોથી લઈને મજૂરી, ઈંધણ અને સિંચાઈ સુધીના ખર્ચનો સમાવેશ થાય છે.
A2+FL માં પાક ઉત્પાદનના કુલ ખર્ચ સાથે પરિવારના સભ્યોની મજૂરીની અંદાજિત કિંમત પણ ઉમેરવામાં આવે છે.
C2 માં ઉત્પાદન પર ખર્ચવામાં આવતા રોકડ અને બિન-રોકડ નાણાં સાથે જમીન પરના ભાડાપટ્ટા પરનું વ્યાજ અને ખેતી સંબંધિત અન્ય બાબતોનો પણ સમાવેશ થાય છે.
સ્વામીનાથન કમિશને C2ની કિંમતમાં દોઢ ગણો એટલે કે 50 ટકા વધુ ઉમેરીને પાક પર MSP આપવાની ભલામણ કરી હતી.
આ સ્થિતીમાં C2(ઉત્પાદન ખર્ચ) પ્રતિ ક્વિન્ટલ 1000 રૂપિયા હોય તો કમિટીએ ખેડૂતોને 1500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ ચુકવવાની ભલામણ કરી હતી.
સ્વામીનાથન કમિશનની ભલામણો ખેડૂત સુધી પહોંચાડવામાં સરકાર દ્રારા કોઈ ખાસ પગલાં લેવામાં નથી આવ્યા અને કમિશનને લાગુ કરવા માટે સરકાર યોગ્ય રીતે ધ્યાન દેવામાં નિષ્ફળ રહી છે.
ડો. એમ. એસ સ્વામીનાથનને મળેલા સન્માન
- પદ્મશ્રી (૧૯૬૭)
- પદ્મભૂષણ (૧૯૭૨)
- પદ્મવિભૂષણ (૧૯૮૯)
- રેમન મેગસેસે એવોર્ડ (૧૯૭૧)
- વિશ્વ ખાદ્ય પુરસ્કાર (World Food Prize) (૧૯૮૭)
- કેમ્પે ડી પેમ એવોર્ડ (૨૦૦૬)
હવે દેશમાં ફરી એક વખત ડો.સ્વામીનાથન અને સ્વામીનાથન કમિટીની ભલામણો ચર્ચામાં છે. જોવાનું એ રહે છે કે સરકાર આ બાબતે કોઈ પગલા ભરે છે કે કેમ?