Kisan Suryoday Yojana :જાણો ખેડૂતોને શિયાળાની ઠંડી અને અંધારામાં પાણી વાળવાથી બચાવતી સુર્યોદય યોજના
Kisan Suryoday Yojana : ગુજરાત સરકાર દ્રારા સુર્યની હાજરીમાં એટલે કે ફક્ત દિવશે ખેડૂતો માટે વીજળીની વ્યવસથા કરવામાં આવતી યોજના એટલે કિસાન સૂર્યોદય યોજના.
આ યોજનાનો લાભ ગુજરાતના ખેડૂતોને મળી રહ્યો છે. આનાથી ખેડૂતોને રાત્રિના ઉજાગરા અને જીવ જંતુઓ, પ્રાણીયોના ભયથી મુક્તિ મળી છે.
Kisan Suryoday Yojana : શું છે કિસાન સૂર્યોદય યોજના?
કિસાન સૂર્યોદય યોજનાથી ટ્રાન્સફોર્મર અને વીજ લાઇનનું માળખું મજબૂત બનાવવામાં આવ્યું છે. જેથી ખેડૂતોને દિવસમાં વીજળી મળવાથી ઉત્પાદન અને આયોજન પૂર્વક ખેતીનું માળખું તૈયાર કરી શકાય.
હાલ રાજ્યના 96% ગામમાં આ યોજનાનો લાભ લેવામાં આવી રહ્યો છે અને બાકી રહેલા 4% ગામોમાં પણ આ યોજના બને તેટલા ટુંકા સમય ગાળામાં યોજના લાગુ કરવામાં આવશે. બાકી રહેલા 4% ગામો દેવભૂમિ દ્રારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે.
આ યોજના હેઠળ ગુજરાતના કુલ 18,225 ગામોમાંથી 17,193 ગામોમાં 20,51,145 ખેતી વાડી વીજ જોડાણ છે જે પૈકી 16,561 ગામમાં 18,95,744 ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
કિસાન સૂર્યોદય યોજના ગુજરાત સરકાર દ્વારા 24 ઑક્ટોબર 2020ના રોજ શરૂ અમલમાં આવી હતી અને તેનો મુખ્ય ધ્યેય ખેડૂતોને દિવસ દરમિયાન વિજળી આપીને તેમની ખેતીને સંબંધિત જરૂરિયાતોને પૂરી કરવાનો છે.
ડિઝલ પમ્પના ઉપયોગમાં ઘટાડો કરીને પર્યાવરણના પ્રદૂષણને ઘટાડવા 1000 નવા પાવર સ્ટેશનો પણ વિકસાવાયા છે. ટ્રાન્સમિશન કંપની ગુજરાત વિજ કંપની (GUVNL) દ્વારા વિજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.
યોજનાનો અમલ રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં તબક્કાવાર કરવામાં આવ્યો છે. આ યોજના રાજ્યના ખેડૂતોના વિકાસ માં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.